Apprantice notices
એપ્રેન્ટીસ ઉમેદવારો માટે જાહેર સુચનાઓ :-
-
એપ્રેન્ટીસશીપ તાલીમનો સમયગાlળો સરકારશ્રીની વેબસાઈટ ઉપર જનરેટ થેયલ કોન્ટ્રાક મુજબની રહેશે.એપ્રેન્ટીસશીપનો સમયગાળો પુર્ણ થયેથી તુરંત છુટા કરવામાં આવશે.
-
નવસારી મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ પર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટીસ પ્રોફાઈલની વિગતમાં ફરજિયાત eKYC અપડેટ કરવાનું રહેશે.
-
ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી ekyc તથા એપ્રેન્ટીસની પ્રોફાઈલની વિગત અપડેટ કર્યા બાદ જ https://docs.google.com/forms/d/e/1FAIpQLSf2neJEV36NTdM-XJgs1xV4s-LXti6lxMCO0VaIIjK4qY6Mdw/viewform?usp=dialog ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
-
ઉપરોક્ત તમામ કેડરો માટે એપોઈન્ટમેન્ટ ઓથોરીટી ને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે.જેના દ્વારા જે તે જગ્યાની બેઝિક લાયકાત અંગેના માપદંડ નક્કી કરશે.
-
જે તે ટ્રેડની જરૂરી લાયકાત મુજબ એક કરતા વધુ ટ્રેડમાં અરજી કરી શકાશે.
-
જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથે કરારનામાંથી જોડાયેલા હશે તો ઉમેદવારની અરજી રદ થવા પાત્ર થશે.
-
એપ્રેન્ટીસને ઘી એપ્રેન્ટિસ એકટ-૧૯૬૧ હેઠળ સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
-
ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષ થી ઓછી અને ૩૪ વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહી.
-
રૂબરૂ અથવા ટપાલથી મોકલવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.
-
અગાઉ કોઈપણ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ પુર્ણ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહી.
-
ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ તથા જરૂરી સુચનાઓ અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર તથા ઇ-મેઈલ પર જાણ કરવામાં આવશે. જેથી ઓનલાઈન અરજી કરતાં સમયે મોબાઈલ નંબર તથા ઇ-મેઈલ સાવચેતી પુર્વક દર્શાવવાના રહેશે. ઇ-મેઈલ મોબાઈલ નંબર બદલાઈ જવાથી ભવિષ્યમાં ઉપસ્થિત પરિસ્થિતિ માટે નવસારી મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહી.
-
ડૉક્યુમેન્ટ વેરીફિકેશન સમયે એપ્રેન્ટીસ ઉમેદવારે અરજી ફોર્મ તથા અરજીમાં જણાવેલ તમામ ડૉક્યુમેન્ટ ઓરીજનલ તથા ડોકક્યુમેન્ટની સ્વ –પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.
-
આ જાહેરાત કોઈપણ કારણસર પુરેપુરી અથવા કોઈ કેડર માટેની અરજી રદ કરવાની કે તેમા ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો નવસારી મહાનગરપાલિકાની એપોઇમેન્ટ ઓથોરીટીને સંપુર્ણ હકક/અધિકાર રહેશે અને આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.
-
લાયક ઉમેદવારના અરજી ફોર્મ તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન કોઈ ઉમેદવાર એપ્રેન્ટીસ એક્ટ તથા જાહેરાતની જોગવાઈ મુજબ લાયકાત ધરાવતા ન હોવાનું માલૂમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્રો વગરની માલૂમ પડશે અથવા અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વિસંગતતા જણાશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે.
-
વધુ માહિતી માટે કૃપા કરીને જોડેલ દસ્તાવેજ જુઓ : એપ્રેન્ટિસ-નોટિસ પેજ